KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Merger: ₹22,000 કરોડની ખોટ બાદ Air Indiaમાં મોટા ફેરફારની તૈયારી

માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન Air Indiaએ આશરે ₹22,000 કરોડની ખોટ નોંધાવી હતી. આ સ્થિતિમાં કંપની માટે ખર્ચ ઘટાડવો અને કામગીરી વધુ કાર્યક્ષમ બનાવવી મહત્ત્વપૂર્ણ બની છે. Air India સામે પાકિસ્તાને ભારતીય વિમાનો માટે એરસ્પેસ બંધ રાખવાથી લાંબા રૂટ અને વધતા ખર્ચનો પડકાર છે.

desk@kuberanowPublished On : 19 Sept 2026
Air India and Air India Express Merge
Air India and Air India Express may MergeAI Generated Image

₹22,000 કરોડની વિક્રમજનક ખોટ ઘટાડવા Air Indiaના નવા CEO Tewolde Gebremariam ખર્ચમાં કાપ અને સંગઠનાત્મક ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે Air India Expressને મુખ્ય એરલાઇન સાથે જોડવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. જોકે, આ વિચાર હજુ પ્રારંભિક તબક્કામાં છે અને કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.


જો બંને કંપનીઓનું વિલિનીકરણ કરવામાં આવે તો અલગ મેનેજમેન્ટ ટીમ, એન્જીનિયર્સ અને વહીવટી સ્ટાફ જાળવવાની જરૂરિયાત ઘટી શકે છે. તેની સાથે નિયમનકારી પ્રક્રિયાઓ સરળ બની શકે અને સમગ્ર ગ્રુપની Operational Cost ઘટાડવામાં મદદ મળી શકે છે. સૂત્રો મુજબ, વિલીનીકરણનો વિચાર હજુ શરૂઆતના તબક્કામાં છે. તેને આગળ વધારવા Supervisory Board સહિત જરૂરી મંજૂરી મેળવવી પડશે. સંયુક્ત માળખું બનાવવામાં આવે તો પણ Low-cost Airline તરીકે Air India Expressનું નામ જાળવી રાખવામાં આવી શકે છે. જોકે, આ મુદ્દે Air Indiaએ આ અહેવાલ અંગે સત્તાવાર ટિપ્પણી કરી નથી.


₹22,000 કરોડની ખોટે વધાર્યું દબાણ


માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન Air Indiaએ આશરે ₹22,000 કરોડની ખોટ નોંધાવી હતી. આ સ્થિતિમાં કંપની માટે ખર્ચ ઘટાડવો અને કામગીરી વધુ કાર્યક્ષમ બનાવવી મહત્ત્વપૂર્ણ બની છે. Air India સામે પાકિસ્તાને ભારતીય વિમાનો માટે એરસ્પેસ બંધ રાખવાથી લાંબા રૂટ અને વધતા ખર્ચનો પડકાર છે. પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે કેટલીક ઉડાનો પ્રભાવિત થઈ છે અને Aviation Turbine Fuelના ખર્ચમાં પણ વધારો થયો છે.


અગાઉ ચાર બ્રાન્ડ બેમાં ફેરવાઈ હતી

 

2007માં Air India અને Indian Airlinesનું વિલીનીકરણ થયું હતું. Tata Groupએ 2022માં Air Indiaનું અધિગ્રહણ (Acquisition) કર્યા બાદ Airline Portfolioનું પુનર્ગઠન કર્યું હતું. ત્યારબાદ ચાર એરલાઇન બ્રાન્ડને જોડીને Air India અને Air India Express એમ બે મુખ્ય બ્રાન્ડ બનાવવામાં આવી હતી. હવે બંને એરલાઇનને એક જ કોર્પોરેટ સ્ટ્રક્ચર હેઠળ લાવવાની યોજના અમલમાં આવે તો Tata Groupના Aviation Businessમાં વધુ એક મોટું પુનર્ગઠન થશે. તે Tata Groupની સાથે Air Indiaની ભાગીદાર Singapore Airlines માટે પણ મહત્વપૂર્ણ રહેશે.


આ પણ વાંચો: Rice Production: ચોખાનું ઉત્પાદન ઘટવાની આશંકા, બફર સ્ટોક આપશે રાહત


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM