ચાર દિવસના ઘટાડા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી આવ્યો ઊછાળો
ઈરાને અમેરિકા સાથે વાટાઘાટો માટે તૈયારી દર્શાવતા ક્રૂડ ઓઈલ 99 ડોલર નજીક પહોંચ્યું, પછી ફરી આંશિક ઊછળ્યું

નવી દિલ્હી : ક્રૂડ ઓઈલમાં સતત ચાર સત્રોના ઘટાડા બાદ મંગળવારે વધારો જોવા મળ્યો હતો. આ સપ્તાહે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે વાટાઘાટોની સંભાવનાઓ પર રોકાણકારોની નજર છે. નવેમ્બર ડિલિવરી માટે બ્રેન્ટ ક્રૂડ વાયદો બપોરે 2.25 કલાકે 1.8 ટકા વધીને પ્રતિ બેરલ $99.20ના સ્તરે પહોંચી ગયો છે જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમિડિયેટ (WTI) ક્રૂડ વાયદો 1.9 ટકા વધીને પ્રતિ બેરલ $90.70ના સ્તરે ટ્રેડ થયો હતો. સોમવારે બ્રેન્ટ ક્રૂડ 3.4 ટકા અને WTI 4.5 ટકાના સ્તરે બંધ આવ્યા હતા, જે બંને બેન્ચમાર્કના 9 સપ્ટેમ્બર પછીના તળીયાના સ્તર હતા.
વિશ્લેષકોએ જણાવ્યું કે, મધ્ય-પૂર્વમાં તણાવપૂર્ણ સ્થિતિ યથવાત રહી છે ત્યારે સોમવારના ઘટાડા બાદ મંગળવારે પ્રારંભિક ટ્રેડિંગમાં ક્રૂડ ઓઈલમાં ઊછાળો જોવા મળ્યો હતો. યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ લાલ સમુદ્રને એડનના અખાત સાથે જોડતા સાંકડા જળમાર્ગ બાબ અલ-મંદેબ નજીકના વિસ્તારો સહિત સાઉદી અરબના અનેક વ્યૂહાત્મક સ્થળો પર કબજો જમાવ્યો છે. માર્ચ 2026માં અમેરિકા-ઈરાન યુદ્ધના પગલે હોર્મુઝની ખાડી બંધ થઈ ગયા પછી સાઉદી અરબ વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઈલનો પૂરવઠો પહોંચાડવા માટે બાબ અલ-મંદેબ જળમાર્ગ પર નિર્ભર હતું.
લિબિયામાં શરારા ઓઈલ ફિલ્ડમાંથી ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ઘટીને દૈનિક 1,27,000 બેરલ થઈ ગયું છે, જે અગાઉ પ્રતિ દિન 3,40,000 બેરલ હતું. જોકે, એક હથિયારધારી જૂથે ઓઈલ ફિલ્ડને ઝવિયા નિકાસ ટર્મનિલને જોડતી પાઈપલાઈન પર કબજો કરતાં ઓઈલનું ઉત્પાદન ઘટી ગયું છે.
યુક્રેને રશિયાના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરીને રિફાઈનરીમાં કામગીરી ખોરવી નાંખતા રશિયાએ પણ મોટાભાગના ડીઝલ નિકાસકારો પર પ્રતિબંધ મૂક્યો છે. બીજીબાજુ રશિયા, સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમિરાત (યુએઆઈ) સહિત મોટા ઓઈલ નિકાસકારો તરફથી પુરવઠો ખોરવાઈ જતાં અમેરિકા અને યુરોપમાં ડીઝલના ભાવ વિક્રમી સ્તરે પહોંચી ગયા છે .
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક આવેલા ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે મુલાકાત માટે આતુર છે. ઈરાને પણ અમેરિકા સાથે ફરીથી વાટાઘાટો માટે શરતો સાથે તૈયારી દર્શાવી છે. આથી, અમેરિકા અને ઈરાન સાથે રાજદ્વારી પ્રયાસોથી ફરીથી વાટાઘાટો શરૂ થવાની તેમજ પશ્ચિમ એશિયામાં તણાવ હળવો થવાની આશા ઊભી થઈ છે.
દરમિયાન ક્રૂડ ઓઈલના પૂરવઠા અંગે ચિંતા હળવી થઈ છે. સાઉદી અરબે તેની પૂર્વ-પશ્ચિમ પાઈપલાઈનમાં ભંગાણ થયા બાદ હોર્મુઝની ખાડીના માર્ગે ક્રૂડના શિપમેન્ટ વધાર્યા હોવાના અહેવાલ છે. સેટેલાઈટ ડેટા મુજબ છેલ્લા છ દિવસથી સાઉદી ક્રૂડનો પ્રવાહ પ્રતિ બેરલ 2.9 મિલિયન ડોલર રહ્યો છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
