KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

FCNR (B) ડિપોઝિટ સ્કીમ બેન્કો માટે પાંચ લાખ કરોડનો Notional Profit કરી શકે

સ્કીમ દ્વારા એકત્રિત કરવામાં આવેલા 127 અબજ ડોલર એડિશનલ બેન્ક ક્રેડિટને સપોર્ટ મળશે અને આ ઉપરાંત વ્યાજની આવક જનરેટ કરી શકાશે

desk@kuberanowPublished On : 19 Sept 2026
RBI
AI GENERATED IMAGE

નવી દિલ્હીઃ FCNR (B) ડિપોઝિટ સ્કીમ બેન્કો માટે પાંચ લાખ કરોડ રૂપિયાનો કાલ્પનિક નફો (Notional Profit) કરી શકે છે. તેના લીધે રિઝર્વ બેન્કની બેલેન્સ શીટમાં પણ રૂ. 50,000 કરોડ એકત્રિત થઈ શકે છે, એમ SBI રિસર્ચ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.  આ રિપોર્ટમાં સ્કીમનો ખર્ચ રૂ. પાંચ લાખ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હોવાની વાત નકારવામાં આવી છે.


અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ સ્કીમ દ્વારા એકત્રિત કરવામાં આવેલા 127 અબજ ડોલર એડિશનલ બેન્ક ક્રેડિટને સપોર્ટ મળશે અને આ ઉપરાંત વ્યાજની આવક જનરેટ કરી શકાશે. આ થાપણો પર વ્યાજની ચૂકવણી થશે. આ અંગે દલીલ કરવામાં આવી રહી છે કે રૂ. પાંચ લાખ કરોડની ખોટનો અંદાજ છે, કારણ કે એક જ ફોરીન એક્સ્ચેન્જનું રિઝર્વ બે વખત એક્સ્પોઝર બતાવવામાં આવી રહ્યું છે.


અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે FCNR (B)નો કુલ ખર્ચ રૂ. 5.5 લાખ કરોડ હોવાની વાત ભ્રામક છે. વાસ્તવમાં તે અસરકારક રીતે એક જ વિનિમય દરના એક્સ્પોઝરથી ઉદભવતા બંને પ્રકારના ખર્ચને આવરી લે છે. SBI રિસર્ચે જણાવ્યું હતું કે અંદાજિત ખોટમાં વિદેશી હૂંડિયામણના ઘસારા ખર્ચના રૂ. 3.18 લાખ કરોડના ખર્ચ સાથે વ્યાજનો લગભગ રૂ. 1.75 લાખ કરોડનો ખર્ચ પણ અંદાજાયો છે. પણ ડિપોઝિટ્સમાં કરન્સી એક્સ્પોઝરનું હેજિંગ ખાસ યુએસડોલર-ઇન્ડિયનરૂપી સ્વેપ ફેસિલિટી હેઠળ કરી દેવામાં આવ્યું છે.


થાપણોને કન્ઝર્વેટિવ અને ટાઇમ-લેગ્ડ ક્રેડિટ મલ્ટિપ્લાયર તરીકે 2.5ના ગુણાંકમાં લેવામાં આવી છે. તેના લીધે 25 લાખ કરોડ રૂપિયાની એડિશનલ ક્રેડિટ પૂરી પાડી શકાશે, એમ અહેવાલમાં જણાવાયું છે. અસરકાર ઊપજ 7.5 ટકા છે, તેના લીધે બેન્કો માટે રૂ. 1.8 લાખ કરોડની કાલ્પનિક (નોશનલ) વાર્ષિક આવકનું સર્જન થશે.આમ 12 લાખ કરોડની થાપણ સામે વ્યાજખર્ચ 6.5 ટકા લેખે જોઈએ તો રૂ. 75000 કરોડ થશે. આમ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન વાર્ષિક ધોરણે એક લાખ કરોડ અને પાંચ વર્ષ પેટે પાંચ લાખ કરોડ થશે. આ બધુ નોશનલ બેસિસે થશે.


અહેવાલનો અંદાજ છે કે ક્યુમ્યુલેટિવ હેજિંગ કોસ્ટ લગભગ 15 અબજ ડોલર થશે. તેનો આધાર ડોલર-રૂપીનો ત્રણ ટકાનો હેજિંગ ખર્ચ છે, તેમા 127 અબજ ડોલરના ભંડોળના વિવિધ મેચ્યોરિટી પીરિયડ્સનો સમાવેશ થઈ જાય છે. હવે રિઝર્વ બેન્ક દ્વારા 100 અબજ ડોલરનું વિશ્વમાં વિવિધ રોકાણસ્થળોએ રોકાણ કરીને પાંચ વર્ષના ચાર ટકાની ઊપજ તરીકે જોઈએ તો 20 અબજ ડોલર મળતા આ હેજિંગ ખર્ચ તેમાં કવર થઈ જશે.


એસબીઆઈનું કહેવું છે કે સ્કીમના લીધે વધારાની તરલતાના કારણે તહેવારોના સમયે ક્રેડિટ માંગને પહોંચી વળાશે. નવી લોનને મંજૂરીઓ મળશે અને ટેક્સ અને જીએસટી વધારાનો પુરવઠો શોષી લેશે. જ્યારે બેન્કો રિસ્ક મેનેજમેન્ટને અનુસરશે.

 

 

 

 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM