KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

India Digital Economy : ભારતની B2B ડિજિટલ રેલ MSME માટે રૂ. 60 લાખ કરોડનું ધિરાણ અંતર દૂર કરશે

India Digital Economy : રિપોર્ટ મુજબ ભારત રૂ. 60 લાખ કરોડથી વધુના ધિરાણની અછતનો સામનો કરી રહ્યું છે, જેમાં 70 ટકાથી વધુનું અંતર ટૂંકાગાળાની કાર્યકારી મૂડીની માગમાં જોવા મળે છે

desk@kuberanowPublished On : 11 Sept 2026
India Digital Economy
ભારતની વિખરાયેલી B2B ડિજિટલ સિસ્ટમ્સને જોડીને આર્થિક વૃદ્ધિને આગળ વધારી શકાશેAI Generated Image

India Digital Economy : નવી દિલ્હી : ભારતની આર્થિક વૃદ્ધિનો આગામી તબક્કો તેની વિખરાયેલી B2B ડિજિટલ સિસ્ટમ્સને જોડવા પર નિર્ભર રહી શકે છે. આંતર-કાર્યક્ષમ રાષ્ટ્રીય માળખાગત સુવિધા નાણાકીય વ્યવહારની કાર્યક્ષમતા સુધારી શકે છે, કાર્યકારી મૂડી અનલોક કરી શકે છે અને લાખો MSME માટે ઔપચારિક ધિરાણ સુવિધા વધારી શકે છે તેમ બેઈન એન્ડ કંપની (Bain & Company) તથા NPCI ભારત બિલપે લિ. (NBBL)ના અહેવાલમાં જણાવાયું છે. એક રિપોર્ટ મુજબ ભારતના MSME ક્ષેત્રમાં ઔપચારિક ઋણમાં અંદાજે 60 લાખ કરોડનું અંતર છે. વર્તમાન સંસ્થાગત માધ્યમો નાના ઉદ્યોગોની લોનની માગના માત્ર 30થી 40 ટકા જ પૂરા કરી શકે છે.


રિપોર્ટ મુજબ કારોબાર, બેન્કો, ફાઈનાન્સર્સ, પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ અને જાહેર એકમો સહિત અગ્રણી આર્થિક હિતધારકોને અવિરત જોડતી એક કેન્દ્રીકૃત અને પરસ્પર સંચાલનીય ડિજિટલ સિસ્ટમ MSMEની લોનની જરૂરિયાતના અંતરને દૂર કરવામાં મદદ કરી શકે છે. તેનાથી દેશના ઔપચારિક કારોબારી ક્ષેત્રમાં ઉત્પાદક્તા વધારવામાં મદદ મળશે. રિપોર્ટ મુજબ ભારતે મોટાભાગે અલગ અલગ રીતે કામ કરતી સિસ્ટમ્સ એવી પેમેન્ટ્સ, કોમર્સ, ક્રેડિટ, કોમ્પ્લાયન્સ અને અનૌપચારિક એક્સચેન્જ સહિત તેની બિઝનેસ ઈકોસિસ્ટમના વ્યક્તિગત ઘટકોનું ડિજિટલાઈઝેશન કરી લીધું છે.


દેશના વેપાર ક્ષેત્રનું આર્થિક પ્રવૃત્તિમાં રૂ. 130 લાખ કરોડનું યોગદાન

ભારતનું વેપાર ક્ષેત્ર આર્થિક પ્રવૃત્તિમાં રૂ. 130 લાખ કરોડથી વધુ અને દેશના જીવીએમાં અંદાજે 45 ટકા યોગદાન આપે છે જ્યારે મુખ્ય વૈશ્વિક અર્થતંત્રોમાં આ ક્ષેત્ર 70 ટકા જેટલું યોગદાન આપે છે.


બેન એન્ડ કંપની-NPCI ભારત બિલપે લિ. દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ મુજબ ભારત રૂ. 60 લાખ કરોડથી વધુના ધિરાણની અછતનો સામનો કરી રહ્યું છે, જેમાં 70 ટકાથી વધુનું અંતર ટૂંકાગાળાની કાર્યકારી મૂડીની માગમાં જોવા મળે છે. સત્તાવાર માધ્યમો નાના ઉદ્યોગોની લોનની માત્ર 30-40 ટકા માગ જ પૂરી કરી શકે છે. ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ’માં જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ સેન્ટ્રલાઈઝ્ડ અને ઈન્ટરઓપરેબલ ડિજિટલ સિ્ટમ આધારિત સ્ટાન્ડર્ડાઈઝ્ડ APIથી ઓર્ડરથી લઈને પેમેન્ટ સુધીની સંપૂર્ણ પ્રક્રિયાને વર્તમાન સિસ્ટમમાં ઓછા પરિવર્તન સાથે ડિજિટલાઈઝ કરી શકાશે.


20 કરોડથી વધુ જીએસટી ઈ-બિલનું મિલાન ઓટોમેટિક કરી શકાશે

રિપોર્ટ મુજબ તેનાથી પ્રત્યેક મહિને જાહેર થતા 20 કરોડથી વધુ જીએસટી ઈ-બિલની મેળવણી ઓટોમેટિક કરી શકાશે અને ખરીદાર દ્વારા પુષ્ટી કરાયેલા બિલને નાણાકીય રેકોર્ડમાં રૂપાંતરિત કરી શકશે, જેનાથી પરંપરાગત કોલેટરલ આધારિત લોનની સાથે રોકડ પ્રવાહના આધારે લોન આપવાની પ્રક્રિયા શરૂ થઈ શકશે. આથી, 8 કરોડ MSMEsને ફાયદો થશે, જે સામૂહિક રીતે GDPમાં 30 ટકા જેટલું યોગદાન આપે છે.


બેન એન્ડ કંપનીના રિપોર્ટ મુજબ ભારતમાં ડિજિટલ પેમેન્ટની પહોંચમાં ઘણી પ્રગતિ થઈ છે, પરંતુ વેપારી સિસ્ટમ્સ, પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ, બેન્કો, ફાઈનાન્સર્સ અને જાહેર સિસ્ટમ્સ સાથે સંકળાયેલા અનેક B2B સિસ્ટમ્સ હજુ પણ તેનાથી અલગ અલગ છે. આગામી સમયમાં B2B કારોબારનું ભવિષ્ય પરસ્પર સંચાલન ક્ષમતા પર આધારિત હશે. કંપનીઓએ બિલ, પેમેન્ટ, મેળવણી અને નાણાકીય રેકોર્ડને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મારફત જોડવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે.


રિપોર્ટ મુજબ સિંગલ અને વેરિફાઈડ ડિજિટલ પ્લેટફોર્મ પેમેન્ટમાં વિલંબ કરતી વિસંગતીઓને દૂર કરવામાં મદદ કરી શકે છે. તેમાં ચલણના વિવરણની વિગતો નહીં મળવી, પૂરવઠાની પુષ્ટી નહીં થવી અને ખરીદ ઓર્ડરની ખરાઈ નહીં થવાની બાબતોનો સમાવેશ થાય છે. ઉદ્યોગોના અંદાજ મુજબ ભારતમાં સુરક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે કરાતા વિલંબિત પેમેન્ટનું કુલ મૂલ્ય અંદાજે 8 લાખ કરોડ રૂપિયા છે.


રિપોર્ટમાં કહેવાયું છે કે આ ડિજિટલ સિસ્ટમ એઆઈ તથા સ્માર્ટ ડેટા ઉપકરણોને જોડવાથી રોકડ પ્રવાહ સંબંધી માહિતી, ગતિશીલ જોખમ મૂલ્યાંકન, એજન્ટ આધારિત લોન આકલન અને મુક્ત બજાર સંબંધિત માહિતી મારફત આ લાભોને વધારી શકાય છે. તેનાથી વેપારની સંપૂર્ણ પ્રક્રિયાને ઓટોમેટિક કરવાની ક્ષમતા પેદા થશે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM