KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

WTC GIFT સિટીમાં અટવાયેલા પ્રોજેક્ટ GujRERAએ ટેકઓવર કર્યા

GujRERAએ GIFT Cityના અટકેલા WTC Tower A, B અને D પ્રોજેક્ટ સામે RERA Act હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. પ્રોજેક્ટનું RERA એકાઉન્ટ ફ્રીઝ કરી નવા બુકિંગ પર રોક લગાવવામાં આવી છે.

desk@kuberanowPublished On : 24 Sept 2026
gift city
GIFT Cityના મહત્વના પ્રોજેક્ટ પર બ્રેક! WTC કેસમાં GujRERAની કાર્યવાહીથી ખળભળાટAI Generated Image

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GujRERA) એ ગિફ્ટ સિટી (GIFT City) માં અટકી પડેલા WTC ગિફ્ટ ટાવર A, B અને D પ્રોજેક્ટનો કબજો લેવા અને તેને પૂર્ણ કરવા માટે RERA એક્ટની કલમ 8 હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.


1,168 ખરીદદારો પઝેશનની રાહમાં

WTC Noida Development Company Pvt Ltd દ્વારા શરૂ કરાયેલા આ પ્રોજેક્ટની શરૂઆત 9 નવેમ્બર 2015ના રોજ કરવામાં આવી હતી. પ્રોજેક્ટ પૂર્ણ કરવાની મૂળ સમયમર્યાદા 30 જૂન 2023 હતી, જેને બાદમાં વધારીને 30 જૂન 2024 કરવામાં આવી હતી.


જો કે, વધુ સમય વધારવા માટે કરાયેલી અરજીમાં ખામીઓ હોવાના કારણે તેને મંજૂરી મળી નહોતી. જેના કારણે પ્રોજેક્ટને માન્ય નિયમનકારી મંજૂરી વિના બાંધકામ અધૂરું રહ્યું. Tower A, B અને Dમાં કુલ 1,188 યુનિટ્સ છે, જેમાંથી 1,168 યુનિટ્સનું બુકિંગ થઈ ચૂક્યું છે અને ખરીદદારો પઝેશનની રાહ જોઈ રહ્યા છે.


ડેવલપરને પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો આદેશ

GujRERAએ 24 માર્ચ 2026ના સામાન્ય આદેશમાં ડેવલપરને પ્રોજેક્ટ પૂર્ણ કરવા સૂચના આપી હતી. ઓથોરિટી મુજબ ડેવલપરે આ આદેશનું પાલન કર્યું નહોતું અને કોઈ અપીલ પણ દાખલ કરી નહોતી. આ અગાઉ GujRERA દ્વારા Tower C સામે પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી.


ડેવલપર સામે વિવિધ તપાસ

રિપોર્ટ મુજબ, ડેવલપર સામે Serious Fraud Investigation Office (SFIO) અને Directorate of Enforcement (ED) દ્વારા કથિત નાણાકીય અનિયમિતતાઓ અંગે તપાસ ચાલી રહી છે. GIFT Authorityએ 4 જૂન 2025ના રોજ ડેવલપરની જમીન લીઝ રદ કરી હતી, જેના કારણે વિકાસ અધિકારો પર અસર પડી હતી. આ ઉપરાંત WTC ટ્રેડમાર્ક વિવાદ મામલે દિલ્હી હાઈકોર્ટે ડેવલપરને “WTC” નામનો ઉપયોગ કરવા પર રોક લગાવી હતી.


GujRERAએ માગી માહિતી

GujRERAએ ડેવલપર પાસેથી અપડેટેડ ખરીદદાર યાદી, ઓડિટેડ નાણાકીય સ્ટેટમેન્ટ, વેચાણ બાકી રહેલા યુનિટ્સની માહિતી અને લોન સંબંધિત વિગતો રજૂ કરવા જણાવ્યું છે. ખરીદદારો, હિતધારકો અને અન્ય દાવેદારોને 2 નવેમ્બર સુધી GujRERA સચિવ સમક્ષ રજૂઆત અથવા વાંધા રજૂ કરવાની તક આપવામાં આવી છે. ત્યારબાદ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે એજન્સીની નિમણૂક અંગે નિર્ણય લેવામાં આવશે.



આ પણ વાંચો : IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી


આ પણ જુઓ :


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM