KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

લગ્ન બાદ પણ ખેડૂત પુત્રીનો જમીન પર હક, ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂત પરિવારમાં જન્મેલી પુત્રી લગ્ન બાદ પણ પોતાની ખેડૂત તરીકેની ઓળખ અને વારસાગત જમીન અધિકાર ગુમાવતી નથી. કોર્ટે મહેસૂલી રેકોર્ડમાંથી દૂર કરાયેલ નામ ફરીથી દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

desk@kuberanowPublished On : 19 Sept 2026
Gujarat High court
દીકરીના વારસાઈ હકને લઈને ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદોAI Generated Image

ગુજરાત હાઈકોર્ટે મહિલાઓના જમીન અને સંપત્તિ અધિકારોને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે ખેડૂત પરિવારમાં જન્મેલી પુત્રી લગ્ન પછી પણ પોતાની ખેડૂત તરીકેની ઓળખ અને જમીન પરનો વારસાગત અધિકાર ગુમાવતી નથી. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાની એક મહિલાની અરજી પર સુનાવણી કરતા કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે મહેસૂલી રેકોર્ડમાંથી કોઈ મહિલાનું નામ છેતરપિંડી અથવા ગેરરીતિથી દૂર કરવામાં આવે તો પણ તેનો મૂળ કાયદાકીય દરજ્જો સમાપ્ત થતો નથી. ખોટી રીતે નામ રદ કરવાથી મહિલાના વારસાગત અધિકારો પર અસર થઈ શકે નહીં.


પોરબંદર કલેક્ટરનો આદેશ રદ

જસ્ટિસ દિવ્યેશ એ. જોષીની ખંડપીઠે પોરબંદર કલેક્ટર દ્વારા 19 ઓગસ્ટ 2016ના રોજ આપવામાં આવેલો આદેશ રદ કર્યો હતો. કોર્ટે 26 મે 1990ની મૂળ મહેસૂલી નોંધોને ફરીથી પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો.


જમીન વિવાદ બાદ મહિલાએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો

આ કેસ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાની મહિલા સાથે જોડાયેલો હતો. જમીન સંબંધિત મહેસૂલી પ્રક્રિયામાં ત્રીજા પક્ષ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ વિવાદ ઊભો થયો હતો. પોતાના હક માટે મહિલાએ ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જ્યાં કોર્ટે તેના વારસાગત અધિકારને માન્ય રાખ્યો હતો.


  • હાઇકોર્ટનો ઐતિહાસિક ફેંસલો: લગ્ન થયા પછી પણ દીકરીનો પિતાની ખેતીની જમીન પર કાયદેસરનો વારસાઈ હક અકબંધ રહેશે.
  • નામ કમી નહીં થાય: માત્ર લગ્નના કારણસર રેવન્યુ રેકોર્ડ (7/12)માંથી પુત્રીનું નામ રદ કરવાનો મહેસૂલી તંત્રનો નિર્ણય ગેરકાયદે.
  • ખેડૂત દરજ્જો યથાવત: હિન્દુ ઉત્તરાધિકાર કાયદા હેઠળ દીકરીને જન્મથી સમાન હિસ્સો અને ખેડૂત ખાતેદારનો સંપૂર્ણ દરજ્જો મળશે.


આ પણ વાંચો : પેટ્રોલ પંપ પર UPI બંધ? ‘NO UPI’ના પાટિયાથી ગ્રાહકોમાં મૂંઝવણ


આ પણ જુઓ :

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM