KuberaNowLogo
Saturday, 26/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

GST કરદાતા હવે ઝીરો ડિમાન્ડવાળા કેસમાં પણ અપીલ ફાઇલ કરી શકશે

GSTNએ પોર્ટલ પરનો જૂનો ટેકનિકલ પ્રતિબંધ હટાવ્યો છે. હવે અંતિમ આદેશમાં ટેક્સ ડિમાન્ડ ‘Nil’ અથવા ‘Zero’ હોય તો પણ કરદાતા અધિકારીના નિર્ણય સામે અપીલ દાખલ કરી શકશે.

desk@kuberanowPublished On : 9 Sept 2026
GST
GSTNએ નિયમોમાં આપી મોટી રાહતAI GENERATED IMAGE

GST કરદાતાઓ માટે મહત્વની રાહત સામે આવી છે. GST Network (GSTN)એ પોર્ટલ પરથી એવો ટેકનિકલ પ્રતિબંધ હટાવ્યો છે, જેના કારણે ‘Nil’ અથવા ‘Zero Demand’ દર્શાવતા આદેશ સામે અપીલ દાખલ થઈ શકતી નહોતી. હવે આવા કેસમાં પણ કરદાતા અપીલ કરી શકશે. અગાઉ ઘણી વખત GST અધિકારી તરફથી નોટિસ મળ્યા બાદ વેપારી દંડ અથવા વ્યાજનો વધારાનો બોજ ટાળવા માટે અંતિમ આદેશ આવે તે પહેલાં જ માંગવામાં આવેલી રકમ જમા કરાવી દેતો હતો. પરિણામે અંતિમ આદેશમાં બાકી ટેક્સ ડિમાન્ડ ‘Nil’ અથવા ‘Zero’ દર્શાતી હતી.


કાયદામાં અધિકાર હતો, પોર્ટલમાં અડચણ

મુખ્ય સમસ્યા એ હતી કે કાયદો કરદાતાને અપીલનો અધિકાર આપતો હોવા છતાં GST Portalની વ્યવસ્થા Zero Demandવાળો અપીલ ફોર્મ સ્વીકારતી નહોતી. એટલે કરદાતાએ ટેક્સની રકમ અગાઉથી ચૂકવી દીધી હોય, પરંતુ અધિકારીના તારણ, દંડ અથવા અન્ય મુદ્દા સાથે અસહમત હોય તો પણ તે અપીલની પ્રક્રિયા આગળ વધારી શકતો નહોતો.હવે GSTNએ આ અડચણ દૂર કરતાં આવા કેસમાં પણ અપીલ દાખલ કરવાનો માર્ગ ખુલ્યો છે.


ટેક્સ પહેલેથી ચૂકવ્યો હોય તો પણ અપીલ શક્ય

નવા ફેરફાર બાદ જો કરદાતાએ અંતિમ આદેશ પહેલાં ટેક્સની રકમ ચૂકવી દીધી હોય અને ત્યારબાદના આદેશમાં Demand Zero દર્શાવવામાં આવી હોય, તો પણ તે આદેશના અન્ય મુદ્દાઓ સામે અપીલ કરી શકશે. આ ફેરફાર ખાસ કરીને એવા વેપારીઓ અને વ્યાવસાયિકો માટે ઉપયોગી બનશે, જેઓ ટેક્સ ચૂકવ્યા બાદ પણ અધિકારીના નિર્ણય સાથે સહમત ન હોય.


ટેકનિકલ મુશ્કેલી માટે Helpdeskનો વિકલ્પ

અપીલ દાખલ કરતી વખતે હજુ કોઈ ટેકનિકલ સમસ્યા આવે તો કરદાતા GST Helpdesk પર ટિકિટ નોંધાવીને મદદ મેળવી શકે છે. કર નિષ્ણાતોના મતે આ ફેરફારથી કાયદામાં રહેલો અપીલનો અધિકાર હવે પોર્ટલ પર પણ વ્યવહારિક રીતે ઉપયોગ કરી શકાશે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


આ પણ વાંચો: સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો, નિફ્ટીમાં પણ ઘટાડો નોંધાયો

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM