KuberaNowLogo
Saturday, 26/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Aadhaar Face Verification હવે એક જ એપમાં, બેંક ખાતું ખોલવાની પ્રક્રિયા બનશે સરળ

UIDAIએ યુઝર્સ માટે Aadhaar Face Authentication માટે નવી વ્યવસ્થા રજૂ કરી છે. હવે બેંક, વીમા, બ્રોકિંગ અને ફિનટેક કંપનીઓ પોતાની મોબાઇલ એપમાં જ ચહેરા દ્વારા આધાર ચકાસણીની સુવિધા આપી શકશે. આથી યુઝર્સને આઈડેન્ટીટી વેરિફિકેશન માટે અલગ FaceRD એપમાં જવાની જરૂર નહીં પડે.

desk@kuberanowPublished On : 10 Sept 2026
Aadhar Face ID Verification
Aadhar Face ID VerificationAI Generated Image

બેંક ખાતું ખોલતી વખતે Aadhaar Face Verification માટે હવે એક એપમાંથી બીજી એપમાં જવાની ઝંઝટ દૂર થશે. ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ એટલે કે UIDAIએ નવી વ્યવસ્થા રજૂ કરી છે, જેના દ્વારા બેંક, વીમા, બ્રોકિંગ, ફિનટેક અને અન્ય સંસ્થાઓ પોતાની મોબાઇલ એપમાં જ આધાર આધારિત ચહેરાની ચકાસણીની સુવિધા આપી શકશે.


UIDAIએ Global Fintech Fest 2026માં Aadhaar Face Authentication SDK અને Aadhaar Face Authentication Sandbox નામની બે નવી સુવિધાઓ રજૂ કરી છે. આ વ્યવસ્થાથી આધાર દ્વારા ઓળખની ચકાસણીની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની શકે છે.


અલગ FaceRD એપની જરૂર નહીં પડે


ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોઈ વ્યક્તિ બેંક, વીમા અથવા બ્રોકિંગ એપ દ્વારા ખાતું ખોલે અને આધારથી ઓળખની ચકાસણી જરૂરી હોય, તો તે એ જ એપની અંદર Face Authentication પૂર્ણ કરી શકશે. અગાઉ આ પ્રક્રિયા માટે FaceRD એપની જરૂર પડતી હતી. વપરાશકર્તાને મૂળ એપમાંથી FaceRD એપમાં જઈ ચહેરાની ચકાસણી કર્યા બાદ ફરીથી મૂળ એપમાં પરત આવવું પડતું હતું. નવી વ્યવસ્થાથી આ વધારાનું પગલું દૂર થશે.


ડિજિટલ KYCમાં શું બદલાશે?


નવી સુવિધાથી બેંક ખાતું ખોલવા, વીમા સેવા મેળવવા, બ્રોકિંગ ખાતું શરૂ કરવા, ડિજિટલ KYC પૂર્ણ કરવા અને સરકારી યોજનાઓમાં નોંધણી કરવાની પ્રક્રિયા સરળ બની શકે છે. એક જ એપમાં ઓળખની ચકાસણી પૂર્ણ થવાથી પ્રક્રિયામાં લાગતો સમય પણ ઘટી શકે છે.


બેંક ડેવી સંસ્થાઓ માટે સુરક્ષિત ટેસ્ટીંગ પ્લેટફોર્મ


UIDAIએ Face Authentication Sandbox પણ શરૂ કર્યું છે. આ એક સુરક્ષિત પરીક્ષણ પ્લેટફોર્મ છે, જ્યાં બેંક અને અન્ય સંસ્થાઓ પોતાની સેવા વાસ્તવિક વ્યવસ્થામાં લાગુ કરતાં પહેલાં તેનું પરીક્ષણ કરી શકશે. આ પ્લેટફોર્મ પર ચહેરાની તસવીર મેળવવાની પ્રક્રિયા, વપરાશકર્તાની સંમતિ, ઓળખની ચકાસણી, ભૂલોનું સંચાલન અને પરિણામની તપાસ કરી શકાશે. પરીક્ષણ પૂર્ણ થયા બાદ સંસ્થાઓ આ સુવિધાને પોતાની એપમાં લાગુ કરી શકશે. નવી વ્યવસ્થાથી Aadhaar Face Authentication વધુ સરળ બનશે અને ડિજિટલ સેવાઓ વચ્ચેનો અવરોધ ઘટશે. ખાસ કરીને નવા ગ્રાહકો માટે બેંકિંગ, વીમા અને રોકાણ સંબંધિત ખાતાં ખોલવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બની શકે છે.


આ પણ વાંચો: Appleનો પહેલો ફોલ્ડેબલ iPhone, કિંમત 3 લાખને પાર


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM