KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold, Silver Prices Today : સોનામાં મોટો કડાકો, ભાવ રૂ. 2,620 તૂટ્યા, ચેક કરો રીટેલ ભાવ

Gold, Silver Prices Today : MCX પર સોનું 0.76 ટકાની નરમાઈ સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,51,610ના સ્તરે, ચાંદી વાયદો 1.25 ટકા ઘટીને પ્રતિ કિલો રૂ. 2,30,670ના સ્તરે ટ્રેડ થયા

desk@kuberanowPublished On : 11 Sept 2026
MCX પર સોમવારે ટ્રેડિંગની સોનાનો ભાવ 0.28 ટકા, ચાંદીનો ભાવ 0.14 ટકા ઘટ્યો
પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન યુદ્ધની અસરના કારણે સોના-ચાંદી પર અસરAI Generated Image

Gold, Silver Prices Today : ભારતના રિટેલ બજારમાં શુક્રવારે 11 સપ્ટેમ્બરે સોનાનાભાવમાં ઘટાડો આવ્યો હતો.અમેરિકા-ઈરાન યુદ્ધની અનિશ્ચિતતા વચ્ચે પ્રમુખ ટ્રમ્પે જણાવ્યં હતું કે, ઈરાન સામે યુદ્ધ શરૂ કરવા બાબતે તેમને કોઈ ખેદ નથી. આ યુદ્ધના કારણે અમેરિકન અર્થતંત્ર દબાણમાં આવ્યું હોવા છતાં ટ્રમ્પના આ નિવેદનથી અનિશ્ચિતતા વધી છે. આ યુદ્ધની અસર હેઠળ અમદાવાદમાં સોનાના ભાવમાં શુક્રવારે રૂ. 2,620નો કાડાકો બોલાયો હતો. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 2,620 એટલે કે 1.68 ટકા ઘટીને રૂ. 1,52,940 થયો હતો. એ જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 2,400 ઘટીને રૂ. 1,40,200 તેમજ 18 કેરેટ સોનાનો ભાવ રૂ. 1960 ઘટીને રૂ. 1,14,710 થયો હતો. અમદાવાદમાં ગુરુવારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,55,560 રહ્યો હતો.


અમેરિકામાં વિરોધ છતાં ટ્રમ્પ ઈરાન સામે યુદ્ધ માટે મક્કમ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ મીડિયાફોક્સ ન્યૂઝનાં લૌરા ઈન્ગ્રાહામ સાથે વાત કરતા કહ્યું કે, મધ્ય-વર્તી ચૂંટણીઓ પર અસર થવા છતાં તેમણે ઈરાન પર હુમલો કર્યો જ હોત. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ પહેલાં જ તેમના સલાહકારોએ તેમને ઈરાન સામેનું યુદ્ધ 2028માં તેમનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી ચાલુ રહી શકે છે તેવી ચેતવણી આપી હતી. વધુમાં ઈરાન સામેના યુદ્ધનો માત્ર સામાન્ય અમેરિકનો જ નહીં પરંતુ રિપબ્લિકન પક્ષની વોટ બેન્ક મનાતા વિશેષ અમેરિકન જૂથોએ પણ વિરોધ કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.


ફેડરલ રિઝર્વ પર વ્યાજદરમાં વધારા માટે દબાણ

પશ્ચિમ એશિયામાં યુદ્ધની અનિશ્ચિતતા વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાનો ભાવ 1 ટકાથી વધુ ઘટ્યો છે. અમેરિકન ફુગાવાના ડેટા મજબૂત આવવા તથા ક્રૂડ ઓઈલના વધતા ભાવોના પગલે ફેડરલ રિઝર્વ પર આગામી સપ્તાહે વ્યાજદરમાં વધારો કરવાનું દબાણ સર્જાશે. સ્પોટ ગોલ્ડ પ્રતિ ઔંસ 0.9 ટકા ઘટીને 4,359.19 ડોલર થયો હતો જ્યારે યુએસ ગોલ્ડ વાયદો 1.3 ટકા ઘટીને 4,402.5 ડોલર થયો હતો.


MCX પર 11 સપ્ટેમ્બરે સવારે 9.13 કલાકે સોનાનો ભાવ 0.76 ટકાની નરમાઈ સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,51,610ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. MCX સિલ્વર વાયદો 1.25 ટકા ઘટીને પ્રતિ કિલો રૂ. 2,30,670ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. વધુમાં આ ઘટનાઓના પગલે ભારતના અલગ અલગ શહેરોના રિટેલ બજારમાં 24 કેરેટ અને 22 કેરેટ ગોલ્ડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.


સોનાનો ભાવ અલગ અલગ શહેરોમાં

નવી દિલ્હી

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,53,040/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,290/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,14,780/10 ગ્રામ


મુંબઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,52,890/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,150/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,14,670/10 ગ્રામ


ચેન્નઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,52,890/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,150/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,14,670/10 ગ્રામ


કોલકાતા

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,52,890/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,150/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,14,670/10 ગ્રામ


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM