KuberaNowLogo
Saturday, 26/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Dalal Street: બીએસઇ પર Shakti Pumpમાં 8 ટકા, Dilip Buildconમાં 6 ટકા અને IRB Infrastructure 4 ટકા ઉચકાયા

કોર્પોરેટ ડેવલપમેન્ટ્સની સીધી અસર આ કંપનીઓના શેરના ભાવ પર પડી છે. કંપનીઓને મળેલા ઓર્ડરોનો શેરબજારે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે

desk@kuberanowPublished On : 10 Sept 2026
ગુરુવારના અસ્થિર બજારમાં કેટલીક કંપનીઓ તેમને મળેલા ઓર્ડરોના લીધે ચમકારો નોંધાવ્યો હતો
ગુરુવારના અસ્થિર બજારમાં કેટલીક કંપનીઓ તેમને મળેલા ઓર્ડરોના લીધે ચમકારો નોંધાવ્યો હતોAI GENERATED IMAGE

અમદાવાદઃ બીએસઈ પર ગુરુવારના 10મી સપ્ટેમ્બરના રોજની શેરલક્ષી પ્રવૃત્તિમાં જોઈએ તો ઘણા બધા કોર્પોરેટ ડેવલમેન્ટ્સ જોવા મળ્યું છે અને તેના પગલે શેરના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આમ કોર્પોરેટ હિલચાલની બજારમાં કંપનીઓના શેરના ભાવ પર અસર પડી છે.


Shakti Pumpનો શેર ગુરુવારે આઠ ટકાથી પણ વધુ ઉછળ્યો છે. મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની પાસેથી તેને 10,000 ઓફ-ગ્રિડ સોલર ફોટોવોલ્ટેઇક વોટર પમ્પિંગ સિસ્ટમ્સનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. કંપનીને મળેલા ઓર્ડરનું મૂલ્ય રૂ. 235 કરોડ થાય છે. કંપનીના શેરનો ભાવ બીએસઇ પર ગઇકાલના 468.20ના બંધથી આજે 501.30 પર ખૂલ્યો હતો અને તેણે 524.90ની ઊંચી સપાટી બનાવતા આઠ ટકાથી પણ વધુ ઉછાળો નોંધાવ્યો હતો.


Dilip Buildconને પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (પીએનજીઆરબી) પાસેથી 1,800 કરોડનો ઓર્ડર મળતાં દિલીપ બિલ્ડકોનનો શેર 6 ટકાથી પણ વધુ ઉછળ્યો છે. ગઇકાલના 392.45 પર બંધ આવેલો દિલીપ બિલ્ડકોનનો ભાવ 429.95 પર ખૂલ્યો હતો અને ઊંચામાં છેક 439.90 થયો હતો. આ ઉપરાંત તેણે 411નું તળિયું બનાવ્યું હતું.


IRB Infrastructureનો શેર ગુરુવારે ચાર ટકાથી વધુ વધ્યો હતો. કંપનીએ ટોલ આવકમાં વાર્ષિક ધોરણે 25 ટકા વધારો નોંધાવતા તેના શેરમાં આ વધારો નોંધાયો હતો. કંપનીની આવક ઓગસ્ટ 2026ના અંતે વધીને 807.4 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં રૂ. 646.2 કરોડ હતી. કંપનીના શેરનો ભાવ 19.07ના અગાઉના બંધ સામે 19.72 ખૂલી 20.51ની ઊંચી સપાટી બનાવ્યા પછી 19.32નું તળિયું બનાવ્યા બાદ હાલમાં રૂ. 19.64 ચાલી રહ્યો છે.


Kolte Patil Developersનો શેર ગુરુવારે બે ટકાથી પણ વધુ વધ્યો હતો. કંપનીએ પુણેમાં વ્યાના એટ ધ રિઝર્વમાં રૂ. 600 કરોડથી વધુની આવક નોંધાવતા તેનો શેર ઉચકાયો હતો. કંપનીના 600થી વધુ એપાર્ટમેન્ટ બૂક થયા છે. BSE પર કંપનીના શેરનો ભાવ 462.65 પર ખૂલ્યો હતો, તેણે 484.90ની ઊંચી સપાટી બનાવી હતી અને 442.30નું તળિયું બનાવ્યું હતું.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM