KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Silver ETFs : વૈશ્વિક બજારમાં વેચવાલીથી સિલ્વર ઈટીએફમાં 3 ટકાથી વધુનો કડાકો

Silver ETFs : SBI Silver ETF 3.2 ટકા તૂટીને રૂ. 221.77, ICICI પ્રુડેન્શિયલ સિલ્વર ETF 3.1 ટકા ઘટીને 226.16 રૂપિયાના સ્તરે બંધ થયા

desk@kuberanowPublished On : 11 Sept 2026
Silver ETF
ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની ચિંતાએ ચાંદીમાં નરમાઈનું વલણ, ગોલ્ડ ઈટીએફમાં પણ ઘટાડોAI Generated Image

Silver ETFs : સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) શુક્રવારે 11 સપ્ટેમ્બરના રોજ ત્રણ ટકા તૂટ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં અગાઉના સત્રમાં ભારે વેચવાલીના પગલે કિંમતી ધાતુ પર દબાણ જોવા મળ્યું હતું. આ સાથે ગોલ્ડ ઈટીએફમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, તેમાં ઘટાડાનું પ્રમાણ ઘણું ઓછું હતં. SBI Silver ETF 3.2 ટકા તૂટીને 221.77 રૂપિયા પર આવી ગયો જ્યારે ICICI પ્રુડેન્શિયલ સિલ્વર ETF 3.1 ટકા ઘટીને 226.16 રૂપિયા પર બંધ થયો હતો. નિપ્પોન ઈન્ડિયા સિલ્વર ETF 3.1 ટકા તૂટીને 216.59 રૂપિયા અને ટાટા સિલ્વર ETF 3.1 ટકા ઘટીને 21.98 રૂપિયા પર આવી ગયા હતા.


આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં ગુરુવારે તિવ્ર ઘટાડાનો સિલસિલોચાલુ રહેતા સિલ્વર ઈટીએફમાં પણ વેચવાલી જોવા મળી હતી. ચાંદી પાછલા સત્રમાં 5.5 ટકા તૂટ્યા પછી શુક્રવારે 0.3 ટકા ઘટીને પ્રતિ ઔંસ 63.40 ડોલરના સ્તરે ટ્રેડ થઈ હતી. ચાંદીમાં એક સત્રમાં 5.5 ટકાનો ઘટાડો જૂન પછી એક દિવસમાં સૌથી મોટો ઘટાડો છે.


અમેરિકામાં વ્યાજદર અંગે આશામાં મોટા પરિવર્તન વચ્ચે કિંમતી ધાતુઓમાં નરમાઈ જોવા મળી છે. અપેક્ષા કરતાં વધુ પ્રોડ્યુસર ફુગાવો,ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને ટ્રેઝરી યીલ્ડમાં વધારાએ ફેડરલ રિઝર્વ આગામી સપ્તાહે યોજાનારી પોલિસી બેઠકમાં વ્યાજ દર વધારી શકે છે તેવી ચિંતા વધારી દીધી છે. યુએસ પ્રોડ્યુસર ભાવ ઓગસ્ટમાં 0.4 ટકા વધ્યા હતા. જુલાઈમાંતેમાં 0.1 ટકાનો સુધારો કરાયો હતો. ટ્રેડર્સને આગામી સપ્તાહે ફેડરલ રિઝર્વ બેન્ક વ્યાજદરમાં 25 બેસીસ પોઈન્ટનો વધારો કરે તેવી અપેક્ષા છે.


ઊંચા વ્યાજદર અને બોન્ડ યિલ્ડ્સમાં તેજી કિંમતી ધાતુઓ માટે મોટાં અવરોધરૂપ છે, કારણ કે આ ધાતુઓ વ્યાજદર આપતી નથી. ડોલર પણ મજબૂત થયો છે, જેથી ડોલરમાં કિંમતો નિશ્ચિત થાય છે તેવા સોના અંને ચાંદી પર દબાણ વધ્યું છે. ક્રૂડ ઓઈલમાં તેજીએ પણ સોના-ચાંદી માટે જટિલતા વધારી છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 6 ટકા વધીને પ્રતિ બેરલ 107 ડોલરની આજુબાજુ છે. સ્થાનિક સ્તરે પણ ચાંદીના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા છે. ચાંદી ડિસેમ્બર વાયદો પ્રતિ કિલો રૂ. 2.31 લાખની આજુબાજુ ટ્રેડ થયો હતો, જે દૈનિક સ્તરે 1.4 ટકા જ્યારે સાપ્તાહિક ધોરણે 4 ટકાથી વધુનો ઘટાડો દર્શાવે છે.


ચાંદીની સરખામણીમાં શુક્રવારે ગોલ્ડ ઈટીએફે મજબૂતી જાળવી રાખી હતી. SBI ગોલ્ડ ETF 1.1 ટકા ઘટીને રૂ. 128.84 થયો હતો. આ સિવાય ICICI પ્રુડેન્શિયલ ગોલ્ડ ETF 1 ટકા ઘટીને રૂ. 129.42 ટકા, નિપ્પોન ઈન્ડિયા ETF ગોલ્ડ BeES 1 ટકા ઘટીને રૂ. 124.93, ટાટા ગોલ્ડ ETF 0.9 ટકા ઘટીને રૂ. 14.69ના સ્તરે ટ્રેડ થયા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ આંશિક બદલાતા પ્રતિ ઔંસ 4,312 ડોલર થયો હતો, જે ગુરુવારની તુલનાએ 2 ટકાનો ઘટાડો દર્શાવે છે. કિંમતી ધાતુ 2.7 ટકાના સાપ્તાહિક ઘટાડા તરફ આગળ વધી હતી અને તેમાં સતત ત્રીજા સપ્તાહે નરમાઈ જોવા મળી હતી.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM